આજનો પ્રેરણાદાયી પ્રસંગ (26th March 2018)
પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ
૨૯-૬-૧૯૬૮, ડભાણ
ગુણાતીત દીક્ષા સ્થાનની પ્રમાણતા
સાંજે ડભાણ પધાર્યા. અહીં એક હરિભક્તને મહારાજે સ્વપ્નમાં દર્શન દઈ ખેતરમાં અમુક જગ્યાએ ખોદવા આજ્ઞા કરી. તે પ્રમાણે ખોદતાં ગુણાત્તીતાનંદ સ્વામીની દીક્ષા દેરીથી દસથી પંદર હાથ જ દૂર યજ્ઞના કુંડ મળી આવ્યા. સ્વામીશ્રી કુંડમાં ઊતર્યા. દંડવત કર્યા, ફૂલ છાંટ્યા, સભા ભરી. સ્થાનિક તથા નડિયાદ સત્સંગ મંડળે અહી સ્વામીશ્રીની પૂજા કરી. શ્રીજીમહારાજે ડભાણમાં યજ્ઞ કરી, જે સ્થાને સ્વામીને દીક્ષા આપી હતી, તે યજ્ઞ સ્થાન અને કુંડ આ રીતે મહારાજની પ્રેરણાથી જ મળી આવતાં આવા અદ્ભુત સ્થાનનો સ્વામીશ્રીએ સૌને મહિમા સમજાવ્યો અને સમર્થન કર્યું કે આ એ જ સ્થાન છે.
|| જય શ્રી સ્વામિનારાયણ ||