દેહ જીરણ ખોખા જેવો, તારા આતમ જોર અમાપજી

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ
૧ માર્ચ ૧૯૬૮, અમદાવાદ

‘દેહ જીરણ ખોખા જેવો, તારા આતમ જોર અમાપજી !'

તા. ૧-૩-’૬૮, સાંજે સરકારી પંચાયતના મંત્રીશ્રી માધવલાલ શાહના આગ્રહથી રવામીશ્રી તેમને ધરે પધરામણીએ જતાં મોટરમાં કહે :
‘હવે મારી તબિયત બગડી ગઈ છે. મુંબઈ કરતાં અહીં વધારે ભીડો છે. શરદી થઈ ગઈ છે. પંદર દી’થી શરદી પકડાઈ ગઈ છે. આ મહિનો વધ્યો તેથી દર્શન, આશીર્વાદની પડાપડી થાય છે. આપણે જો મહિનો આરામ કરીએ, કોઈ બોલાવે નહીં, ચલાવે નહીં તો આરામ થઈ જાય. પહેલાં મોટારવામી હતા તેથી મને મદદ થતી. સંતસ્વામીની તબિયત મારા કરતાં પણ નાજુક. એ ભીડો ખમી ન શકે. પ્રમુખરવામીને સંસ્થાના બધાં કામ માથે; એટલે નવરા ન થઈ શકે. આ નાના સંતોનો ભાર ન પડે.’

રવામીશ્રીને ખરેખર કેટલો ભીડો પડતો હશે ત્યારે આવા ઉદ્દગારો નીકળ્યા હશે ?!

આમ, અચાનક સ્વામીશ્રીએ પોતાની આપવીત્તી જણાવી. ખરેખર ૭૮ વર્ષની અવસ્થાએ એમને કેટલો ભીડો પડતો હશે, તેનો સહેજે ખ્યાલ એમના શબ્દોમાંથી મળી રહે છે.

|| જય શ્રી સ્વામિનારાયણ ||