પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 16-12-2017, સુરેન્દ્રનગર
આજે સ્વામીશ્રીએ હરિકૃષ્ણભાઈ ભટ્ટને જોઈને કહ્યું : ‘તમે રાસમાં રહ્યા’તા ! લાકડીઓ (= દાંડિયા) તમારા કરતાં લાંબી હતી...’
હરિકૃષ્ણભાઈ તો અહોભાવમાં તણાતાં કહે : ‘સ્વામી ! તમે હજુ યાદ રાખ્યું છે !’
તેમણે જણાવ્યું કે ‘આ 1971ના ગોંડલમાં થયેલા બાળ-યુવા અધિવેશનની વાત છે. મારી ઉંમર પાંચ વર્ષની હતી, હું ઉપર સુધી પહોંચી ન શકું તે માટે દાંડિયા મારા કરતાંય લાંબા રાખેલા. છેલ્લે ગ્રૂપમાંથી બાપાએ મને શોધી, ઊંચકીને આગળ મૂક્યો હતો, ને સ્વામી (મહંત સ્વામી મહારાજ) તો સાઇડમાં બેઠા હતા. પણ 46 વર્ષ પહેલાંની આ વાત તેમણે યાદ રાખી છે !’
ભાગવત કથિત ભગવાનના 39 કલ્યાણકારી ગુણોમાંના એક - स्मृतिःનું સુભગ દર્શન, ડગલે ને પગલે સ્વામીશ્રીમાં થતું જ રહે છે.

from BAPS Swaminarayan Sanstha - Daily Satsang https://ift.tt/r6mlJGL

No comments