પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 18-12-2017, સુરેન્દ્રનગર
આજે ચતુર્ભુજદાસ સ્વામીએ સ્વામીશ્રીને કહ્યું : ‘સ્વામી ! અમે આપની બધી આજ્ઞાઓ પાળીએ છીએ. પાંચ આરતીમાં જઈએ છીએ, ચેષ્ટાગાન કરીએ છીએ, અને એવું બધું જ. તો હવે ઝીણી ઝીણી કઈ આજ્ઞાઓ પાળીએ, જેથી આપ રાજી થાવ ?’
‘સંપ, સુહૃદભાવ, એકતા, દાસભાવ, મહિમા.’ સ્વામીશ્રીએ કહ્યું.
ચતુર્ભુજદાસ સ્વામીએ મુખ્ય ગુણ ‘સંપ’ ઉપર કેન્દ્રિત થતાં પૂછ્યું : ‘સ્વામી ! અમે બે સંતો સંપીને જ રહીએ છીએ. અમારા વચ્ચે કોઈ દિવસ મનભેદ થતો નથી.’
સ્વામીશ્રી ચાલતાં અટકી ગયા ને કહે : ‘સંપનો એરિયા વધારો.’
સૌના મુખેથી ‘વાહ !’ નીકળી ગયું.
કેટલા અદ્ભુત શબ્દો ! અર્થ તો સ્પષ્ટ જ હતો : ‘કોઈ એકાદ-બે વ્યક્તિ સાથે સંપ હોય તે તો સારું જ છે, પણ હવે આ સંપનું સર્કલ (વર્તુળ) વિસ્તારવાનું છે !’

from BAPS Swaminarayan Sanstha - Daily Satsang https://ift.tt/iPOZ0hV

No comments