પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-12-2017, સુરેન્દ્રનગરથી મહેસાણા જતાં ગાડીમાં
સ્વામીશ્રીએ મહેસાણા જવા સંતોની વિનંતીથી અલ્ફાડ ટોયોટો ગાડીમાં વિરાજી પ્રયાણ કર્યું. થોડીક જ મિનિટોમાં સ્વામીશ્રી કહે : ‘હરિભક્તોને કાંઈ દેખાતું નથી...’ કારણ, ગાડીના કાચ પર ફિલ્મ લગાડેલી હતી, જેથી અંદરથી બહારનું સ્પષ્ટ દેખાય, પણ બહારથી અંદરનું કાંઈ જ ન દેખાય.
સેવક સંતોએ માફી માગી કે ‘સમયના અભાવે આ ધ્યાન બહાર રહી ગયું, ફરી વખત ધ્યાન રાખીશું...’
સ્વામીશ્રીના મુખ પર અસ્વસ્થતા દેખાતી હતી. તેથી સેવક સંતોએ ધીરે રહીનું પૂછ્યું : ‘ફાવે તો છે ને સ્વામી !?’
વચ્ચે આવતાં ગામોના હરિભક્તો ધારી ધારીને કાચ સામે જોતા હતા, છતાં દર્શન થતાં નહોતાં, તે સ્વામીશ્રીના મનમાં ઘુમરાયા કરતું હતું, તેથી થોડો ભાર દઈને બોલ્યા : ‘આપણને તો ફાવે છે, પણ આ લોકો(હરિભક્તો)ને ન ફાવે (અર્થાત્ દર્શન ન થાય).’
સેવક સંતોએ કહ્યું : ‘બીજી ગાડી પાછળ જ છે, કહેતા હોય તો બદલી નાખીએ... !’
સ્વામીશ્રીએ તરત ‘હા’ પાડી. અડધા કલાકમાં જ ઘણી વધુ સુવિધાવાળી ગાડીમાંથી સ્વામીશ્રી ઓછી સુવિધાવાળી ગાડીમાં પધાર્યા... હરિભક્તોની સુખાકારી માટે જ.
સ્વામીશ્રીએ પોતાનો દેહ ભક્તો માટે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે, કારણ કે સ્વામીશ્રી પોતાનો વિચાર સહેજ પણ નથી કરતા અને ભક્તોનો વિચાર અઢળક કરે છે.
from BAPS Swaminarayan Sanstha - Daily Satsang https://ift.tt/YU9Arla

No comments