પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 21-12-2017, મહેસાણા
કોઠારી કરુણામૂર્તિદાસ સ્વામી આજે વધી ગયેલી સંખ્યાના ઉપલક્ષ્યમાં આવતીકાલનો આંકડો સ્વામીશ્રીને પૂછવા આવ્યા. ભાવના એવી કે ‘સ્વામીશ્રી અહીં બિરાજેલા છે અને તેઓ તો બધું જ જાણે છે. તો તેઓને પૂછીને કરીએ તો વધઘટ ન થાય.’
સ્વામીશ્રીને આંકડો આપવા વિનંતી કરી, પણ સ્વામીશ્રી હસવા માંડ્યા. પછી ધીરે રહીને કહે : ‘આપણને ખબર ન પડે, અનુભવ નહીં ને !’
તરત સેવક સંતે વાત હાથમાં લેતાં કહ્યું : ‘આવું કેમ બોલો છો ? અનંત કોટિ બ્રહ્માંડોનું દેખાય અને આમાં ના પાડો છો ?’
‘બ્રહ્માંડો દેખાય પણ આ ન દેખાય.’ સ્વામીશ્રીએ મલકતાં કહ્યું. સૌ હસી પડ્યા.

from BAPS Swaminarayan Sanstha - Daily Satsang https://ift.tt/e0S8hpd

No comments