પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 22-12-2017, મહેસાણા
અત્યારે (તા. 21, 22, 23 ડિસેમ્બર) સારંગપુરમાં હરિભાઈ માંડલિયાના ધામગમન નિમિત્તેનું પારાયણ ચાલતું હતું. તેમનો પ્રસંગ અહોભાવ ઉપજાવે એવો છે :
મૂળ ભગતજી મહારાજના ભાઈ નરસિંહભાઈના વંશજ હરિભાઈને છેલ્લા થોડા સમયથી હૃદયનો પ્રશ્ન વધી રહ્યો હતો. તબિયત લથડતી જતી હતી. ડૉક્ટરોએ પણ કહી દીધું હતું કે ‘હવે છેલ્લા દિવસો છે.’
આથી, સ્વામીશ્રીનો ફોન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો. હરિકાકાએ વિનંતી કરી કે ‘સ્વામી ! હવે ધામમાં લઈ જાવ... અને સ્વામી-મહારાજ લેવા આવશે તે વખતે આપ પણ સાથે લેવા આવશો ને ?’
સ્વામીશ્રીએ કહ્યું : ‘હા, મહારાજ સાથે અમે લેવા આવશું.’
તેમના પરિવારમાં લગ્નપ્રસંગ પણ હતો, આથી તેના પણ આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ ઉમેર્યું : ‘લગ્ન પછીના 10મા દિવસે અમે મહારાજ સાથે લેવા આવીશું.’
અને બરાબર એવું જ થયું ! 30મી નવેમ્બરે લગ્ન પૂર્ણ થયાં ને 10મી ડિસેમ્બરે સાંજે હરિકાકા કહેવા લાગ્યા કે ‘મહારાજ પધાર્યા છે ને સાથે સ્વામી પણ છે... આરતી લાવો, આરતી કરવી છે.’
હરિભાઈ અને પરિવારે આરતી કરી. અને 11મી નવેમ્બરે સવારે 6-00 વાગ્યે તે ધામમાં બેસી ગયા.
બિરુદ આપનાર હતા ગુરુહરિ અને એને પૂર્ણ કરનાર હતા શ્રીહરિ !!

from BAPS Swaminarayan Sanstha - Daily Satsang https://ift.tt/oXwTsMP

No comments