પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 25-12-2017, મહેસાણા
આજે જમતાં પહેલાં સ્વામીશ્રીને બગાસું આવ્યું. સંતો કહે : ‘મુલાકાતોનો થાક લાગ્યો લાગે છે...’
સ્વામીશ્રી કહે : ‘આ થાક શું ? જમવામાં થાક લાગે છે.’
આ તે કેવી સ્થિતિ ! 1,044 મુલાકાતો આપવામાં થાક નથી લાગતો ને જમવામાં થાક લાગે છે !!
સત્પુરુષનું ગણિત જ આપણા કરતાં જુદું હોય છે.

from BAPS Swaminarayan Sanstha - Daily Satsang https://ift.tt/b8dBnhs

No comments