પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-12-2017, હિંમતનગર
આજે સ્વામીશ્રી ભોજન લઈ રહ્યા હતા ત્યારે ગુણવત્સલદાસ સ્વામીને શંકા પડી કે પરવળ કડવાં લાગે છે. મુનિચિંતનદાસ સ્વામીએ ચાખ્યું તો ખરેખર કડવાં હતાં. સ્વામીશ્રીને પૂછ્યું તો સ્વામીશ્રીએ પણ હકાર ભણ્યો. સેવકોએ પૂછ્યું કે ‘તો આપ કંઈ બોલ્યા કેમ નહીં ? આટલાં કડવાં, ત્રણ પરવળ જમી ગયા.’
સ્વામીશ્રી પોતાનો ગુણ છુપાવતાં કહે : ‘પહેલું ખાધું પછી મને એમ કે બીજું નહીં હોય ને પછી ત્રીજું...’
સ્વામીશ્રીના નિઃસ્વાદીપણાનાં દર્શન સૌને થયાં.
મુનિચિંતનદાસ સ્વામીએ બીજો એક પ્રસંગ યાદ કર્યો કે ‘સુરેન્દ્રનગર જતાં ભાવિકોએ હરિકૃષ્ણ મહારાજને સૂકો મેવો ધરાવ્યો હતો. તેમાંથી અમે આપને આગ્રહ કરીને પીકન એટલે કે લાલ અખરોટ જેવું ડ્રાયફ્રૂટ જમાડ્યું, ને પછી અમે લીધું ત્યારે ખબર પડી કે તે ખૂબ ખોરું હતું. માથાના વાળ ઊતરી જાય તેવું ! ત્યારે પણ આપ એક પણ શબ્દ બોલ્યા નહોતા કે મુખની રેખા પણ ફરી નહોતી.’
હવે, આ તો નિઃસ્વાદીપણાની હદ કહેવાય. કદાચ કોઈ બોલે નહીં, પણ મુખના ભાવો અને રેખાઓ તો બદલાઈ જ જાય. પણ આ તો ગુણાતીત સત્પુરુષ છે, તેમની તો વાત જ ન્યારી હોય.
from BAPS Swaminarayan Sanstha - Daily Satsang https://ift.tt/82sC5lk

No comments