આજનો પ્રેરણાદાયી પ્રસંગ....(20th March 2018)
પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ
૧૧-૬-૧૯૬૮, ગોંડલ
તા. ૧૧-૬-૬૮, એક સંત સ્વામીશ્રી પાસે આવ્યા અને ફરિયાદના રૂપમાં વાત કરતાં કહ્યું: ‘પ્રમુખસ્વામી મને કહે છે કે ફલાણાં મંદિરમાં જઈને રહો.’
સ્વામીશ્રી તરત જ હસી પડચા અને બોલ્યા: ‘ગૂરૂ ! બરાબર કહે છે. આ તો પ્રમુખસ્વામીની આજ્ઞા છે. મારે પણ પાળવી પડે. નાનામાં નાનો કોઠારી હોય તેની પણ આજ્ઞા હું તો પાળું, તો આ તો પ્રમુખસ્વામીની આજ્ઞા ! જાવ, આજ્ઞા પાળો. સ્વામી કહે એ બરાબર છે. આપણે અક્ષરધામમાં જવું છે કે નહિ ? તે એમની આજ્ઞાનું સારધાર પાલન જોઈએ. પ્રમુખસ્વામી કહે તે સવા સોળ આની !'