માથે પાણા લઈ મોવડી બનતા પ્રમુખસ્વામી..
માર્ચ-૧૯૬૯, ભાદરા
માથે પાણા લઈ મોવડી બનતા પ્રમુખસ્વામી
અહીં (ભાદરામાં) સ્વામીશ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી મંદિરની આજુબાજુનાં મકાન મળવા લાગ્યા હતા.
વાઘા પટેલે સ્વામીશ્રીનું ઐશ્વર્ય જોઈને પોતાનું મકાન આપ્યું હતું. જયારે તેનો કબજો મળ્યો ત્યારે સ્વામીશ્રીએ સૌને તે તોડવા મોકલ્યા. પ્રમુખસ્વામી પોતે પણ આ સેવામાં માથે પાણા લઇ થોડે દૂર સુધી લઈ જવાની સેવામાં મંડી પડ્યા હતા !
માંડણ ભગત કહે : ‘સ્વામી ! આ કામ આપ ન કરો. અમે બધા છીએ ને !’
‘તમે છો, પણ તમને લાભ થશે. મને શું? માટે કરવા દો.’ પ્રમુખસ્વામીએ હસતાં હસતાં કહ્યું : ‘અહીં ઠાકોરજીના થાળ થશે. સંતો-હરિભકત્તો જમશે ! મોટા અવતારોને ન મળે તેવી આ સેવા છે.’ એમ કહેતાં તેઓ સેવામાં જોડાઈ ગયા. એમને સેવા કરતાં જોઈને સંતો-હરિભકતોને પણ ઉમંગઉત્સાહમાં ભરતી ચડી જતી.
આજે એવા બમણા જોમમાં કાટમાળ અને પથરા પ્રમુખસ્વામી તથા સંતો-હરિભકતોએ જાતે મહેનત કરીને રાતોરાત ખેસવી નાખ્યા. સ્વામીશ્રી સમાચાર જાણી ખૂબ રાજી થયા.
|| જય શ્રી સ્વામિનારાયણ ||