આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે...


આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે...

એપ્રિલ-૧૯૬૯, ગોંડલ,

મહુવાના બે મૂમુક્ષુઓ બાબુભાઈ પરમાર ને જગજીવનભાઈ ગોહિલ સ્વામીશ્રીનાં (યોગીજી મહારાજનાં) દર્શને ગોંડલ આવ્યા. બહુ મોટી સભા ભરાઈ હતી. આ બંને ભક્તોનો સંકલ્પ હતો કે ‘સ્વામીશ્રી પાસે કંઠી બંધાવીને વર્તમાન ધરાવવાં, પણ આટલી ભીડમાં સ્વામીશ્રી પાસે જવું કેમ ? તેમના મનમાં ચિંતા હતી કે ‘આ વખતે વર્તમાન ધરાવવાની તક નહી મળે !'
થોડી વારમાં એક યુવક તેમની પાસે આવ્યા અને પૂછયું: ‘તમે મહુવાના છો ?’
‘હા.’
‘ચાલો, સ્વામીશ્રી તમને બોલાવે છે.’ યુવકે કહ્યું.
સ્વામીશ્રી સાથે તેમની આ પ્રથમ જ મુલાકાત હતી. સ્વામીશ્રી કહે : ‘મહુવાથી ભગતજી મહારાજના પ્રસાદી સ્થાનમાંથી આવો છો ને? આવો વર્તમાન ધરાવીએ અને કંઠી બાંધીએ.’ એમ કહેતાં સામેથી રાજીપો જણાવતાં તેમને આશીર્વાદ આપ્યા ને વર્તમાન ધરાવી તેમનો મનોરથ પૂર્ણ કર્યો.

"अक्षरं अहं पुरुषोत्तम दासोस्मि "

જય સ્વામિનારાયણ..