જનમ સુફલ કરે જંતનો..
પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ..
માર્ચ-૧૯૬૯, અમદાવાદ
જનમ સુફલ કરે જંતનો..
એક બપોરે ઠાકોરજી જમાડી સ્વામીશ્રી વચનામૃતની કથા કરાવતા હતા. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' ના જનરલ મેનેજર દવે તથા એબીન રોય મંદિરે દર્શને આવ્યા. કથા વંચાત્તી હત્તી. ત્યાં સ્વામીશ્રીનાં દર્શન કરતાં કહે : *‘અમને રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ સ્વામીનાં સાક્ષાત્ દર્શન આ યોગીજી મહારાજમા થાય છે.’*
પછી સ્વામીશ્રીએ તેમને વર્તમાન ધરાવ્યા. અક્ષરપુરુષોત્તમ અને શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ તથા ‘લાઇફ એન્ડ ફિલોસોફી’નું પુસ્તક આપ્યું અને હર્ષદભાઈને અંગ્રેજીમાં વાત કરવા કહ્યું.
સ્વામીશ્રી કહે, ‘પ્રસાદ લેવો પડશે. જમવાનું તૈયાર છે, હાલો !’
સ્વામીશ્રીનો પ્રેમ જોઈ તેઓ બોલ્યા: ‘અમને ધબ્બો મારો, આશીર્વાદ આપો. અમે સુખી થઈએ.’
પછી પૂછ્યું : ‘આ અમે કંઠી પહેરી તે હવે શું કરવાનું ?’
સ્વામીશ્રીએ માળા ઊંચી કરી, કહે : ‘હંમેશાં પાંચ માળા ફેરવજો. પાંચ વર્તમાન પાળવાં : દારૂ-માસ ન ખાવા, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો. બોત અચ્છા નિયમ હે, જરૂર પાળના. કોઈ આપદા નહીં રહે…’ એમ કહી જમવા લઈ ગયા.
જય સ્વામિનારાયણ..