પાકા ઘડે કાંઠા ચડે નહિ..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

૮-મે-૧૯૭૦, મોમ્બાસા, વૈશાખ સુદ ત્રીજ, સંવત ૨૦૨૬, મોમ્બાસા મંદિરનો ૧૬મો પાટોત્સવ.
BAPS

પાકા ઘડે કાંઠા ચડે નહિ..

‘અહીં સાંજે માલિશ માટે, વીરપુરના એક અનુભવી વૃદ્ધ લુહાણાભાઈ આવતા. સ્વામીશ્રીએ તેમને કૃપા કરી સેવાનો લાભ આપેલો. માલિશ વખતે સ્વામીશ્રી તેમને સત્સંગની વાતો કરતા.
થોડા દિવસ પછી સંતોએ તેમને સ્વામીશ્રી પાસે વર્તમાન ધારી, સત્સંગની કંઠી પહેરવા સમજાવ્યા. પણ ડોસા કાળજાના કઠણ હતા. આ ઉંમરે પણ તેમનાં શ્રદ્ધાકમાડ ખુલ્યા નહોતાં. એટલે તેમણે કંઠી પહેરવાની ના પાડી. સ્વામીશ્રીએ તેમને ડુંગળી-લસણ છોડવા કહ્યું. એ વાત પણ તેમણે માની નહિ. સ્વામીશ્રીએ તેમની સેવાનો ત્યાગ કર્યો ને કહે : ‘અમને તમારી દવાથી જરા પણ ફાયદો નથી ને કાલથી દવા ન લગાડવી.’
સેવા તો એને મળે જેને કાંઈ સંસ્કાર જાગ્રત થાય, એ માટે મોટાપુરુષ સેવા આપતા હોય !
સ્વામીશ્રી ઘણી વાર કહેતા કે ‘પાકા ઘડે કાંઠા ચડે નહિ, ઘરડાં ગલકાં શાકનાંયે કામમાં ન આવે.’ ઘડપણમાં વજ્રસાર બનેલા સ્વભાવ જો ભગવાન કે સંતમાં સદ્દભાવ જાગ્રત થાય તો જરૂર છૂટી જાય. પણ જીવ તે જીવ ! દૈવી ને આસુરી !

|| જય સ્વામિનારાયણ ||